શૅરબજારમાં તોફાની વધઘટ

મુંબઈ, તા. 23 : ઍક્ઝિટ પોલ જાહેર થયા પછી શૅરબજારે જે ભારે ઉછાળો દેખાડયો હતો તેનું પૂરેપૂરું પુનરાવર્તન ભલે આજે ન થયું તો પણ મતગણતરી જેમ જેમ આગળ વધતી રહી અને ભાજપ-ગઠબંધન વધુને વધુ બેઠકોમાં આગળ છે તેવી જાહેરાતના પગલે શૅરબજારે શરૂઆતથી જ તેજીનો ચમકારો દાખવ્યો અને બેન્ચમાર્ક સેન્સેક્સ એક તબક્કે 891 પૉઈન્ટના ધરખમ ઉછાળાએ 40000ના આંકને અને નિફટી 12000ને પાર કરી ગયો હતો. જોકે, ઊંચા મથાળે `પ્રોફિટ ટેકિંગ' રહેતા જ સેન્સેક્સ વધતો અટકી થોડો દબાઈ 39551 અને નિફટી 11879ની સપાટીએ રહ્યો હતો. એટલે કે આ તબક્કે સેન્સેક્સ 445 પૉઈન્ટ અને નિફટી 141 પૉઈન્ટ ઊંચો કવૉટ થયો હતો. એકંદરે બજાર આ તબક્કે તો તેજીના મૂડમાં જ ગણાય.
શૅરબજારની જાણીતી પેઢી કે. આર. ચોકસીના સીઈઓ દેવેન ચોકસીએ કહ્યું હતું કે બજારમાં આજનો ઉછાળો ઉત્સાહની ભરતી જેવો છે અને આ ઉછાળાને ફંડામેન્ટલ સાથે સંબંધ નથી. શૅરબજારના મૂલ્યાંકન બહુ ઊંચા છે. હજી બજાર થોડું વધે તો પણ પ્રત્યાઘાતી ઘટાડો શક્ય છે. ઉછાળો થોડા દિવસોમાં શમી જશે તે પછી બજાર સાચી દિશા પકડશે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer