દિલ્હીમાં કમળ છાપ કાજુ-પિસ્તાની મીઠાઈ તૈયાર કરવામાં આવી

સાંજે મોદી ભાજપ મુખ્યાલયમાં ખાસ હાજરી આપશે
નવી દિલ્હી, તા. 23 : ભાજપે ઉજવણીની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે. દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે. 
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડા પ્રધાન મોદી પણ સામેલ થશે. 
ઍક્ઝિટ પોલથી ઉત્સાહિત ભાજપ કાર્યકર્તાઓએ પરિણામો પહેલા જ કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમ જ કચ્છથી કામરૂપ સુધી ઉજવણીની સંપૂર્ણ તૈયારી કરી છે. મોડી રાતથી જ લાડુ બનાવવાની શરૂઆત થઇ હતી.
ગુજરાતનું નવસારી હોય અથવા બિહારનું ગયા, યુપીમાં મિર્ઝાપુર હોય અથવા રાજસ્થાનનું ભરતપુર કાર્યકર્તાઓનો ઉત્સાહ પૂર જોશમાં છે. દિલ્હીમાં તો ખાસ કરીને કમળ છાપ કાજુ-પિસ્તાની મીઠાઈ પણ તૈયાર કરવામાં આવી છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer