ભાજપ-શિવસેનાના ઉમેદવારોની વિજયકૂચ

ભાજપ-શિવસેનાના ઉમેદવારોની વિજયકૂચ
મુંબઈનું ચિત્ર બપોર સુધીમાં સ્પષ્ટ!
મુંબઈ, તા. 23 : યુતિને એકતરફી કોલ આપવાની મુંબઈની પરંપરા આ ચૂંટણીમાં કાયમ રહી છે. ચૂંટણીમાં યુતિ અને આઘાડીની વચ્ચે સીધી લડત હોય આ વેળા યુતિના તમામ ઉમેદવારો તેમના નિકટતમ પ્રતિસ્પર્ધીઓથી ખૂબ આગળ ચાલી રહ્યા હોય તેઓની જીત નિશ્ચિત મનાય છે.
આ જીતમાં દક્ષિણ મુંબઈમાંથી શિવસેનાના અરવિંદ સાવંત પ્રતિસ્પર્ધી મિલિંદ દેવરાથી, ઉત્તર પશ્ચિમ મુંબઈમાંથી શિવસેનાના ગજાનન કીર્તિકર કૉંગ્રેસના સંજય નિરુપમથી, ઉત્તર મુંબઈમાં ભાજપના ગોપાલ શેટ્ટી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરથી, ઉત્તર પૂર્વ મુંબઈમાં ભાજપના મનોજ કોટક રાષ્ટ્રવાદીના સંજય પાટીલથી, દક્ષિણ મધ્ય મુંબઈમાં શિવસેનાના રાહુલ શેવાળે કૉંગ્રેસના એકનાથ ગાયકવાડથી અને ઉત્તર મધ્ય મુંબઈમાં ભાજપના પૂનમ મહાજન કૉંગ્રેસના પ્રિયા દત્તથી ઘણા મતોના તફાવતથી આગળ હોય તેઓની વિજયકૂચ નક્કી હોવાનું જણાય છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer