ઇંગ્લૅન્ડ ચિંતામાં પ્રેક્ટિસ દરમિયાન સુકાની મોર્ગનને ઇજા

ઇંગ્લૅન્ડ ચિંતામાં પ્રેક્ટિસ દરમિયાન સુકાની મોર્ગનને ઇજા
લંડન તા.24: વર્લ્ડ કપની ઠીક પહેલા ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ ઇંગ્લેન્ડની ટીમની ચિંતા વધી છે. ઇંગ્લેન્ડના સુકાની ઇયાન મોર્ગનને પ્રેકટીસ દરમિયાન ઇજા થઇ છે. ઇંગ્લેન્ડની ટીમ ફિલ્ડીંગ ડ્રીલ કરી રહી હતી ત્યારે ઇયાન મોર્ગનની હાથની આંગળીમાં ઇજા થઇ હતી. આ પછી તે પ્રેકટીસમાં ભાગ લઇ શકયો ન હતો. તેની આંગળીનો એકસ-રે કરાયો હતો. જો કે ટીમ મેનજમેન્ટે મોર્ગનની ઇજા પર કોઇ નિવેદન આપ્યું નથી.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer