શરૂઆતની ચારમાંથી ત્રણ મૅચ જીતવી જરૂરી મદન લાલ

શરૂઆતની ચારમાંથી ત્રણ મૅચ જીતવી જરૂરી મદન લાલ
નવી દિલ્હી, તા.24: ભારતની 1983ની વિશ્વ કપ વિજેતા ટીમના હિસ્સા રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર મદન લાલનું માનવું છે કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું ભવિષ્ય શરૂઆતના મેચોમાં કેવો દેખાવ રહે છે તેના પર નિર્ભર રહેશે. ટીમ ઇન્ડિયા પ જૂને આફ્રિકા સામે પહેલો મેચ રમવાની છે. આ પહેલ ન્યુઝીલેન્ડ અને બંગલાદેશ સામે અભ્યાસ મેચ રમશે. મદન લાલ કહે છે કે આપણી ટીમ સારી સંતુલિત છે. કેટલા એવા મોટા ખેલાડી છે જે એકલા મેચ જીતાડી શકે છે. મદન લાલનું માનવું છે કે ભારતે શરૂઆતના ચાર મેચમાંથી ઓછામાં ઓછા 3 મેચ તો જીતવા જ પડશે. જો બે મેચ ગુમાવશું તો દબાણ વધી જશે. મદન લાલે એમ પણ કહયું કે આમ તો ઇંગ્લેન્ડની હાલત મીડીયમ પેસર માટે અનુકૂળ હોય છે, પણ પાછલા કેટલાક સમયથી ઇંગ્લેન્ડમાં મોટા સ્કોર બની રહયા છે. આમ છતાં વર્લ્ડ કપ મોટી અને દબાણવાળી ટૂર્નામેન્ટ છે. આથી બોલરો જ મેચ જીતાડી શકશે.
Published on: Sat, 25 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer