આજે કૉંગ્રેસ કારોબારીની બેઠક

રાહુલ પક્ષપ્રમુખપદેથી રાજીનામું અૉફર કરે તેવી વકી
 
કૉંગ્રેસને સતત બીજી મુદત માટે લોકસભામાં વિપક્ષી નેતાનું પદ મળવાની શકયતા નથી

નવી દિલ્હી તા. 24: લોકસભા ચૂંટણીમાં માનભંગ થાય તેવો પરાજય મળ્યા બાદ ટોચના કોંગ્રેસી નેતાઓ પક્ષને મળેલા પરાભવના કારણો વિશે અને પરિણામોના મૂલ્યાંકન કરવા, આવતી કાલે સવારે 11 કલાકે  યોજાનારી કોંગ્રેસ કારોબારી સમિતિ (સી ડબ્લ્યુ સી)ની બેઠકમાં વિચારવિમર્શ કરશે. બેઠકમાં રાહુલ ગાંધી પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપી દેવા ઓફર કરે તેવી સંભાવના હોવાનું પક્ષના સૂત્રો જણાવે છે. યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સહિતના ટોચના નેતાઓ બેઠકમાં હાજરી આપે તેવી સંભાવના છે. પ્રજાને રીઝવવામાં પક્ષ શા માટે વિફળ રહ્યો તે અંગે પક્ષ અંતર્ગત આત્મમંથન કરવાની જરૂર હોવાના સૂર ઉઠી ચૂકયા છે. (આ ચૂંટણીમાં પક્ષ લોકસભામાં બાવન બેઠકો જ મેળવી શકયો છે) બીજી તરફ આ સતત બીજી મુદત માટે પણ પક્ષ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવી શકે તેવી શકયતા નથી કારણ કે સંસદના નીચલા ગૃહમાં પક્ષ, ગૃહના કુલ સંખ્યાબળના દસ ટકા બેઠકો મેળવવામાં ફરી વાર વિફળ રહ્યો છે.
વિપક્ષી નેતાનું પદ મેળવવા પક્ષે કુલ પ43 બેઠકોમાંથી પપ બેઠક મેળવેલી હોવી જોઈએ. પક્ષને બાવન જ બેઠક મળી છે, તે જોતાં પેલુ પદ મેળવવામાં પક્ષને 3 બેઠક ઓછી પડે છે.
'14માં એનડીએ સત્તારૂઢ થયા બાદ ભાજપએ કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ આપવા ઈનકાર કરવા સાથે દલીલ કરી હતી કે તેને 44 બેઠકો મળી છે તે જોતાં કોંગ્રેસ, આ પદ મેળવવાને જરૂરી માપદંડ ધરાવતો નથી. તે વખતે વિપક્ષમાંથી વિરોધો થયા હતા કારણ કે વિપક્ષી નેતાનું પદ, કેન્દ્રિય તકેદારી કમિશ્નર અને  લોકપાલ જેવા વૈધાનિક તંત્રોમાંની નિમણૂંકો માટેની પસંદગી સમિતિઓના ભાગરૂપ હોય છે. વિપક્ષી નેતા સીબીઆઈના ડિરેકટરની પસંદગીની સમિતિમાં ય હોય છે.
કોંગ્રેસે તે મુદ્દો તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજન સમક્ષ ઉઠાવતાં આગ્રહ રાખ્યો હતો કે તેને તે પદ મળવું જોઈએ કારણ કે તે સૌથી મોટો પક્ષ છે અને કેટલાક રાજયોમાં તેને ચૂંટણી પૂર્વેના જોડાણો હતા. પરંતુ તેમણે ય ભૂતકાળના દાખલા અને એટર્ની જનરલનો અભિપ્રાય ટાંકીને કોગ્રેસની વિનંતી નકારી હતી. અંતે જોકે કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેને પસંદગી સમિતિમાં લેવા ફરજ પડી હતી, પરંતુ તેમને વિપક્ષી નેતાનો દરજ્જો આપવાનું નકાર્યુ હતું.
Published on: Sat, 25 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer