અભિનેતાઓ મહાનાયકને વધાવે છે

અભિનેતાઓ મહાનાયકને વધાવે છે
મુંબઈ, તા. 25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચંડ વિજય દ્વારા બીજી ટર્મ માટે સત્તા હાંસલ કરી તેને અભિનંદન આપવા મોટી સંખ્યામાં બૉલીવૂડના પ્રતિષ્ઠિત કલાકારો ઊતરી આવ્યા હતા.
અક્ષયકુમારે માનનીય વડા  પ્રધાન નરેન્દ્ર મોદીને આ ઐતિહાસિક જીત માટે હાર્દિક અભિનંદન આપ્યા છે. દેશને વિશ્વના નકશામાં અગ્રસ્થાને મૂકવા તમે કરેલા પ્રયાસોની બધાને જાણકારી છે. બીજા સત્ર માટે પણ વધુ સફળતા પામો એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ આજે આપણી લોકશાહીનો વિજય થયો છે અને હું તેને પૂરેપૂરો ટેકો આપું છું. આ ઐતિહાસિક પળ માટે નરેન્દ્રજી તમને અભિનંદન. તમારા સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા અને આપણા દેશનો દિશાદોર બરાબર સંભાળાશે એવી ખાતરી.
વરુણ ધવને નરેન્દ્ર મોદીસાહેબની જીત માટે દેશને ગર્વ છે અને આ માટે અભિનંદન અપાઈ રહ્યા છે. તમારા માર્ગદર્શન અને આગેવાની હેઠળ બધા જ ભારતીય સાથેસાથે પ્રગતિ કરશે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
કરણ જોહર દેશવાસીઓએ તેના નેતાની વરણી કરી છે. આવી ઐતિહાસિક જીત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી તમને અભિનંદન. તમારું સામર્થ્ય જળવાઈ રહે અને આ મહત્ત્વના હોદ્દેથી સફળતાપૂર્વક ફરજ બજાવતા રહો એવી શુભેચ્છા.
અશ્વિની ઐયર તિવારીએ સતત સુધારાના અને સુવિચારોનાં પગલાં થકી નવું ભારત સર્જાય એમ કહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા.
એકતા કપૂરે આપણા માનનીય વડા પ્રધાનને અભિનંદન આપતાં દેશની એકતા જળવાઈ રહેવાની અને એકમતે નિર્ણય લેવાશેની આશા વ્યક્ત કરી છે.
ભૂમિ પેંડણેકરે કહ્યું કે ભારતે પોતાના ભવિષ્યનો નિર્ણય લઈ લીધો છે. નરેન્દ્ર મોદીસાહેબને અભિનંદન.
આયુષ્યમાન ખુરાનાએ દેશવાસીઓ દ્વારા ભારતની બાગડોર ફરી સંભાળવાની કામગીરી તમને સોંપાઈ છે તે યોગ્ય રીતે સંભાળજો એવી મારા તરફથી શુભકામના.

Published on: Sat, 25 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer