સામાનને નુકસાન પહોંચાડવા માટે એર ઇન્ડિયાની ટીકા કરતો સૌરભ વર્મા

સામાનને નુકસાન પહોંચાડવા માટે એર ઇન્ડિયાની ટીકા કરતો સૌરભ વર્મા
નવી દિલ્હી તા.26: ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ એર ઇન્ડિયાની દિલ્હીથી કોપનહોગનની યાત્રા દરમિયાન તેના રમતના સમાનને નુકસાન પહોંચાડવા માટે એરલાઇન્સની આકરી ટીકા કરી છે. સૌરભ વર્મા ગયા વર્ષે ડચ ઓપન અને રુશ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો. વર્માએ તેના ટિવટર હેન્ડલ પર લખ્યું છે કે હું એર ઇન્ડિયાની સેવાથી નિરાશ છું. મેં દિલ્હીથી કોપનહોગન સુધીની યાત્રા કરી હતી. આ દરમિયાન મારા સામાનને ઘણું નુકસાન થયું છે. મેં તુરત ફરિયાદ કરી હતી. આમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. મને 20 દિવસ બાદ પણ કોઇ વળતર મળ્યું નથી.

Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer