ફ્રેંચ ઓપનમાં મુગુરુઝા બીજા રાઉન્ડમાં કર્બર આઉટ

ફ્રેંચ ઓપનમાં મુગુરુઝા બીજા રાઉન્ડમાં કર્બર આઉટ
 પેરિસ તા.26: સ્પેનની મહિલા ટેનિસ ખેલાડી ગાર્બિન મુગુરુઝા વર્ષની બીજી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. જયારે વિશ્વ નંબર પ જર્મનીની એન્જેલિકા કર્બર અપસેટનો શિકાર બનીને પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગઇ છે. મુગુરુઝા 2016માં ફ્રેંચ ઓપનમાં ચેમ્પિયન બની હતી.
સ્પેનની મુગુરુઝાએ ત્રણ સેટના મુકાબલા પછી અમેરિકાની ટેલર ટાઉન્સેંડને 5-7, 6-2 અને 6-2થી હાર આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં હતો. જયારે જર્મનીની વિશ્વ નંબર પ એન્જેલિકા કર્બર 18 વર્ષની રશિયાની બિનક્રમાંકિત ખેલાડી સામે 4-6 અને 2-6થી હારીને ફ્રેંચ ઓપનની બહાર થઇ ગઇ હતી. અન્ય એક મેચમાં ક્રોએશિયાની પેત્રા માર્ટિકે ટયૂનિશિયાની ખેલાડી ઓન્સ જાબેઉરને 6-1 અને 6-2થી હાર આપી હતી. પુરુષ વિભાગમાં ગ્રીસના યુવા ખેલાડી સિટસિપાસીનો પહેલા રાઉન્ડમાં વિજય થયો હતો.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer