શૂટિંગ વર્લ્ડ કપમાં અપૂર્વી ચંદેલાને ગોલ્ડ મેડલ

શૂટિંગ વર્લ્ડ કપમાં અપૂર્વી ચંદેલાને ગોલ્ડ મેડલ
મ્યુનિચ, તા.26: ભારતની સ્ટાર મહિલા નિશાનેબાજ અપૂર્વી ચંદેલાએ અહીં રમાઈ રહેલ આઇએસએફએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ નંબર વન અપૂર્વી ચંદેલાએ 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક પર નિશાલ લગાવ્યું હતું. તેણીનો વર્ષનો આ બીજો સુવર્ણ ચંદ્રક છે. ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અપૂર્વી ચંદેલાએ 251.0ના સ્કોર સાથે આજે ગોલ્ડ જીત્યો હતો. ચીનની નિશાનેબાજ વાંગ લુયાઓ 250.8ના સ્કોર સાથે બીજા સ્થાને રહી હતી. ચીનની જ ખેલાડી જૂ હોંગને 229.4ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. અપૂર્વી ચંદેલા પહેલેથી જ ટોકિયો ઓલિમ્પિકનો ક્વોટા મેળવી ચૂકી છે.
Published on: Mon, 27 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer