ચોમાસાના આ 19 દિવસ રહેશો સાવધાન

દરિયામાં 4.50 મીટર ઊંચી ભરતી આવશે, જળબંબાકાર થઈ શકે

મુંબઈ, તા. 26 : આગામી ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર મહિનાઓમાં દરિયામાં 19 દિવસ ભરતી દરમિયાન 4.50 મીટરથી વધુ ઊંચાઈનાં મોજાં ઊછળશે અને જો ભરતીના સમય દરમિયાન જ્યારે વરસાદ પડશે તો શહેરમાં પાણી ભરાવાની શક્યતા છે.
17 જૂન સોમવારે બપોરે 12.18 વાગે 4.51 મીટર ઊંચી ભરતી આવશે એ બાદ બીજી જુલાઈથી સાત જુલાઈ દરમિયાન રોજ મોટી ભરતી આવવાની છે. મંગળવાર, બીજી જુલાઈ સવારે 11.52 વાગ્યે 4.54 મીટર, બુધવાર, ત્રીજીએ બપોરે 12.35 વાગ્યે 4.69 મીટર, ચોથી જુલાઈ બપોરે 1.20 વાગ્યે 4.78 મીટર, શુક્રવાર, 5 જુલાઈ બપોરે 2.06 વાગ્યે 4.79 મીટર, શનિવાર, 6 જુલાઈ બપોરે 2.52 વાગ્યે 4.74 મીટર અને રવિવાર, 7 જુલાઈ બપોરે 3.41 વાગ્યે 4.60 મીટર ઊંચી ભરતી આવશે. એ બાદ બુધવાર, 31 જુલાઈ સવારે 11.31 વાગ્યે 4.53 મીટર ઊંચી ભરતી આવશે.
અૉગસ્ટ મહિનામાં પ્રથમ પાંચ દિવસ 4.50 મીટરથી ઊંચી ભરતી આવશે. ગુરુવાર, 1 અૉગસ્ટ બપોરે 12.16 વાગ્યે 4.74 મીટર, બીજી અૉગસ્ટ બપોરે 12.59 વાગ્યે 4.87 મીટર, ત્રીજી અૉગસ્ટ બપોરે 1.44 વાગ્યે 4.90 મીટર, ચોથી અૉગસ્ટ બપોરે 2.29 વાગ્યે 4.83 મીટર અને પાંચમી અૉગસ્ટ બપોરે 3.14 વાગ્યે 4.65 મીટર ઊંચી ભરતી આવશે.
એ બાદ અૉગસ્ટના આખરી ત્રણ દિવસ પણ ઊંચી ભરતી આવશે જેમાં 29 અૉગસ્ટ સવારે 11.11 વાગ્યે 4.53 મીટર, 30 અૉગસ્ટ સવારે 11.53 વાગ્યે 4.77 મીટર અને શનિવાર, 31 અૉગસ્ટ બપોરે 12.34 વાગ્યે 4.90 મીટર અને એ જ રાતે 12.47 વાગ્યે 4.61 મીટર ઊંચી ભરતી આવશે.
એ બાદ 1લી સપ્ટેમ્બર રવિવારે, બપોરે 1.15 વાગ્યે 4.91 મીટર અને એ જ રાતે 1.33 વાગ્યે 4.67 મીટર ઊંચી ભરતી આવશે. સોમવાર, બીજી સપ્ટેમ્બર બપોરે 3.58 વાગ્યે 4.79 મીટર અને એ જ રાતે 2.19 વાગ્યે 4.58 મીટર ઊંચી ભરતી આવશે. મંગળવાર, ત્રીજી સપ્ટેમ્બર બપોરે 2.41 વાગ્યે 4.54 મીટર ઊંચી ભરતી આવશે. 
આ માહિતી વિખ્યાત ખગોળજ્ઞ ડી. કે. સોમણે આપી હતી.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer