મેટ્રો-3ના એમઆઈડીસી સ્ટેશનના બેઝ સ્લેબનું કામ પૂર્ણ થયું

મુંબઈ, તા. 26 : મેટ્રો-3ના રૂટમાં બંધાઈ રહેલા એમઆઈડીસી સ્ટેશનના બેઝ સ્લેબનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. કુલ 309 ચોરસ મીટરના આ બેઝ સ્લેબ માટે 83 મેટ્રિક ટન સ્ટીલ અને 552 ઘનમીટર કોક્રીટનો વપરાશ કરવામાં આવ્યો હતો, એવી માહિતી એમએમઆરસી દ્વારા આપવામાં આવી હતી.
મેટ્રો-3 રેલવેનું અન્ડરગ્રાઉન્ડ કામ સાત તબક્કામાં શરૂ છે. આ કામ પૂરું થયા બાદ પાટા નાખવા, વીજળી પુરવઠાની લાઇનો નાખવી, સિગ્નલ યંત્રણા ઊભી કરવા જેવાં કામોની શરૂઆત થશે.
કફ પરેડથી સીએસટી મેટ્રો સ્ટેશનના પ્રથમ તબક્કામાં 5894 મીટરનું ભૂગર્ભ કામ થવાનું છે. જેમાંથી 2207 મીટરની ટનલ બંધાઈ ચૂકી છે. સીએસટી મેટ્રો સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલના બીજા તબક્કામાં 4561 મીટર અને મુંબઈ સેન્ટ્રલથી વરલીના ત્રીજા તબક્કામાં 881 મીટરનું કામ પૂરું થઈ ગયું છે. વરલીથી ધારાવીના ચોથા તબક્કામાં 6267 મીટર, ધારાવીથી અગ્રીપાડાના પાંચમા તબક્કામાં 4818 મીટર, અગ્રીપાડાથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટના છઠ્ઠા તબક્કામાં 2167 મીટરનું કામ પૂરું થઈ ગયું છે. ઍરપોર્ટથી સારીપુતનગરના સાતમા તબક્કાનું 3715 મીટરનું કામ પૂરું થઈ ગયું છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer