કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમાર સામે લૂકઆઉટ નોટિસ

નવી દિલ્હી, તા. 26 : કરોડો રૂપિયાના શારદા ચીટફંડ  ગોટાળામાં આરોપી અને કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની સામે લૂકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે. નોટિસ સીબીઆઈના પ્રસ્તાવ પર જારી થઈ છે, જે આ મામલાની  તપાસ કરી રહી  છે. 
લૂકઆઉટ નોટિસનો અર્થ એ છે કે તેઓ હવે દેશ છોડીને નહીં જઈ શકે. નોટિસમાં જણાવ્યા મુજબ રાજીવ એક વર્ષ સુધી દેશની બહાર નહીં જઈ શકે અને  જો તેઓ એવું કરવાનો પ્રયાસ કરશે તો ઈમિગ્રેશન અધિકારી તેની ધરપકડ કરીને સીબીઆઈને  સોંપી દેશે.  
એજન્સી 2500 કરોડ રૂપિયાના શારદા પરેન્ઝી ગોટાળામાં 1989ની બેચના આઈપીએસ અધિકારી  કુમારની અટકાયતમાં પૂછતાછ કરવા માગે છે. આ મામલાની તપાસ સીબીઆઈ સમસ્યાથી પહેલાં  પશ્ચિમ બંગાળ પોલીસની  ખાસ તપાસ ટુકડીની આગેવાની કરી રહ્યા હતા. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે,  કુમારની અટકાયત સાથે પૂછતાછ જરૂરી છે.  કારણ કે તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને તેઓ એજન્સી દ્વારા તેમને પૂછવામાં આવતા સવાલો પર ગોળગોળ અને અડિયલ વલણ અપનાવી છે.  
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer