બોટમાં દેખાયા આઈએસના 15 આતંકવાદી કેરળ તટે હાઈ એલર્ટ

શ્રીલંકાથી આઈએસના આતંકી લક્ષદ્વીપ જતા હોવાના અહેવાલ બાદ કોસ્ટ ગાર્ડ પણ સતર્ક 

તિરુવનંતપુરમ, તા. 26 : ઈસ્લામિક સ્ટેટના 15 જેટલા સંદિગ્ધ આતંકવાદી એક બોટમાં બેસીને કથિત રૂપે શ્રીલંકાથી લક્ષદ્વીપ માટે રવાના થયાના ગુપ્તચર અહેવાલ બાદ કેરળના તટે હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. વધુમાં તટીય પોલીસ સ્ટેશન અને જીલ્લા પોલીસ પ્રમુખોને આતંકી ઘુસણખોરી મામલે સતર્ક કરવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપ આસપાસ અને શ્રીલંકન સરહદે સમુદ્રી જહાંજ અને વિમાન તૈનાત કર્યા છે.
પોલીસ બેડાના કહેવા પ્રમાણે સામાન્ય રીતે કેરળના તટ માટે અવારનવાર હાઈએલર્ટ આવે છે પણ આ વખત આતંકવાદીઓની સંખ્યાને લઈને પણ ચોક્કસ માહિતી સામે આવી છે. તેવામાં કોઈપણ સંદિગ્ધ હોડી જોવા મળે તેવી સ્થિતિમાં તટીય પોલીસ સ્ટેશન અને જીલ્લા પોલીસ પ્રમુખોને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તટીય પોલીસ 23 મેથી એલર્ટ ઉપર છે અને આ જ દિવસે શ્રીલંકાથી આતંકવાદીઓ મામલે સુચના મળી હતી. તેમાં પણ શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે. માછીમારી કરતા વહાણના માલિકો અને સમુદ્રમાં જતા અન્ય કોઈપણ લોકોને કોઈપણ સંદિગ્ધ ગતિવિધિ અંગે સતર્ક રહેવા સૂચન આપવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે હજી પણ કેરળમાં ઘણા લોકોના આઈએસઆઈએસ સાથે સંબંધ છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer