ગુરુવારે સાંજે 7 વાગ્યે થશે મોદી કૅબિનેટનો શપથવિધિ

નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજીવાર વડાપ્રધાનપદે શપથ સમારોહ 30મી મેના સાંજે 7 વાગ્યે યોજાશે અને તેમની સાથે કેન્દ્રીયમંત્રી રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લેશે. શપથ સમારોહમાં વિદેશી મહેમાનો આવવાની વાતને પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્વારા મોદીના શપથની તારીખ બાબતે ટ્વિટ કરવામાં આવ્યું છે.
શપથ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંત્રીપદ માટે પસંદ કરવામાં આવેલા નેતાઓને પદ અને ગોપનીયતાનાં શપથ લેવડાવશે. જો કે, કેન્દ્રીય મંત્રીપદે કેટલા સભ્યો હશે તેની હજુ માત્ર અટકળો જ વ્યક્ત થઇ રહી છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે, `30મીના સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ કેન્દ્રીય મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવશે'. આ પહેલાં શુક્રવારે મોદી અને તેમના મંત્રીમંડળે રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું હતું.
આનાથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકારની રચનાનો દાવો રજૂ કરવા માટે શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં એનડીએ મોટી બહુમતી સાથે પાછો ફર્યો છે અને ભાજપે એકલા હાથે 303 બેઠકો પર જીત મેળવી હતી. 543માંથી 542 બેઠકો પર ચૂંટણી થઇ હતી.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer