પરોઢિયે બાંગ પોકારનાર કૂકડા સામે પોલીસમાં ફરિયાદ

ફરિયાદી મહિલા કહે છે કે મારી ઊંઘ ઊડી જાય છે

પુણે, તા. 26 (પીટીઆઈ) : કૂકડો પરોઢિયે `કૂકડે કૂક' કરે એનાથી પરેશાન થયેલી મહિલાએ પુણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ક્રોધિત મહિલાએ પોલીસને પાળેલા કૂકડા અને તેના માલિક સામે પગલાં લેવાની માગણી કરી હતી. સોમવાર પેઠ વિસ્તારમાં રહેતી મહિલાએ સમર્થ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મારા ઘરની સામે કૂકડો પરોઢિયે અવાજ કરે છે એનાથી મારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે મહિલાની અરજી મળતા તપાસ કરી હતી. અમને ખબર પડી હતી કે તે મહિલા આ ઘરમાં રહેતી નથી અને ઘર તેની બહેનનું છે. ફરિયાદી મહિલા તો ત્યાં થોડા દિવસ માટે રહેવા આવી રહી હતી અને અરજી આપ્યા બાદ તે જતી રહી છે.
પોલીસે ફરિયાદીની બહેનનો સંપર્ક કરતાં તેણે આ બનાવને મહત્ત્વ આપ્યું નહોતું. તેણે કહ્યું હતું કે મારી બહેન થોડી `તરંગી' છે.
પોલીસે કહ્યું હતું કે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer