સુરતમાં અગ્નિકાંડના ઘટનાસ્થળે હાર્દિક પટેલને ધક્કે ચઢાવવાનો પ્રયાસ

સુરતમાં અગ્નિકાંડના ઘટનાસ્થળે હાર્દિક પટેલને ધક્કે ચઢાવવાનો પ્રયાસ
માસૂમ બાળકોનાં મોત 5ર રાજકારણ શરૂ 

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 26 : શહેરના જકાતનાકાસ્થિત તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 21 માસૂમોનાં મોત બાદ રાજકીય પક્ષોના નેતાઓની અવર-જવર વધી છે. ગઈકાલે કૉંગ્રેસના પરેશ ધાનાણી સુરત આવ્યા હતા. આજે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચતાં લોકોએ તેને ધક્કે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે મામલો સંભાળી લેતાં વાત વણસતાં અટકી હતી. હાર્દિક પટેલે સરકારને બાર કલાકનું અલ્ટિમેટમ આપતાં સુરત મેયરનું રાજીનામું અને મનપા કમિશનરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. 
લોકોના વિરોધ વચ્ચે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ અગ્નિકાંડના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકોનાં ટોળાંમાંથી એક શખસે હાર્દિક પટેલને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉથી ઉપસ્થિત પોલીસે તેને રોકી તેની અટકાયત કરી હતી. બીજી તરફ લોકોનાં ટોળાંએ હાર્દિક પટેલને ધક્કે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરત પહોંચેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે, સરકારે કડક કાર્યવાહી કરી નથી.
જોકે ઘટનાસ્થળે હાર્દિક પટેલ પર હુમલો કરનાર ચંદ્રેશ કાકડિયા સહિત હાર્દિકને ધક્કે ચઢાવનાર બે વ્યક્તિની અટકાયત કરી છે.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer