નાયર હૉસ્પિટલમાં મહિલા ડૉ. પાયલ તડવીની આત્મહત્યા

નાયર હૉસ્પિટલમાં મહિલા ડૉ. પાયલ તડવીની આત્મહત્યા
ત્રણ આરોપી મહિલા ડૉક્ટરો ફરાર 

મુંબઈ, તા. 26 : મહાપાલિકા સંચાલિત મુંબઈની નાયર હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ કૉલેજમાં અભ્યાસરત મહિલા ડૉ. પાયલ તડવીની આત્મહત્યા કેસના આરોપી ત્રણ મહિલા ડૉક્ટર ફરાર થઇ ગયાના અહેવાલો મળ્યા છે. ડૉ. તડવીની આત્મહત્યા બાદ ત્રણ મહિલા ડૉક્ટરો હેમા આહુજા, ભક્તિ મહિરે અને અંકિતા ખંડેલવાલ સામે કેસ નોંધાયા બાદ આ ત્રણેય મહિલા ડૉક્ટરો ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું છે. 
દરમિયાન નાયર હૉસ્પિટલમાં આત્મહત્યાની આ ઘટના બાદ મહારાષ્ટ્ર ઍસોસિયેશન અૉફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (માર્ડ)એ આ ત્રણેય મહિલા ડૉક્ટરના સભ્યપદ રદ કર્યાં છે. મેડિકલ કૉલેજની ત્રણ વરિષ્ઠ મહિલા સ્ટુડન્ટ ડૉક્ટરો દ્વારા રેગિંગથી કંટાળીને બીજા વર્ષમાં અભ્યાસ કરતી જળગાંવની ડૉ. પાયલ તડવીએ નાયર મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં ગળાફાંસો લઇને આત્મહત્યા કરી હતી. આજે સવારે ડૉ. તડવીનો મૃતદેહ તેમના ઘરે જળગાંવ પહોંચ્યો હતો અને તેમના પરિવારે જિલ્લા અધિકારીની અૉફિસ સામે મોરચો કાઢીને દોષિતોની તત્કાળ ધરપકડ કરવાની માગણી કરી હતી.

Published on: Mon, 27 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer