જગન મોહન રેડ્ડીએ લીધી મોદીની મુલાકાત

જગન મોહન રેડ્ડીએ લીધી મોદીની મુલાકાત
શપથગ્રહણ માટે આપ્યું નિમંત્રણ
 
વાયએસઆર કૉંગ્રેસના પ્રમુખે કહ્યું, ભાજપને 250 સુધી બેઠક મળી હોત તો આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની શરતે સમર્થન આપત
 
નવી દિલ્હી, તા. 26: આંધ્રપ્રદેશમાં શાનદાર બહુમત મેળવીને સરકાર બનાવવા જઈ રહેલા વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહી હતી અને પીએમ મોદીએ જગન મોહન રેડ્ડીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું. વાઈએસઆર પ્રમુખે મોદીને શાલ અને તિરૂપતિ બાલાજીની તસવીર ભેટ કરી હતી તેમજ મોદીને શપથગ્રહણમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. મુલાકાત બાદ જગન મોહન રેડ્ડીએ કહ્યું હતું કે, ભાજપને 250 સુધી બેઠક આવી હોત તો આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની શરત સાથે સમર્થન આપત. જો કે હજી પણ આ મુદ્દો ઉઠાવતા રહીશું. 
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer