અમેઠીમાં સ્મૃતિના સહયોગી નેતાની હત્યા

અમેઠીમાં સ્મૃતિના સહયોગી નેતાની હત્યા
કૉંગ્રેસી કાર્યકરો સામે આક્ષેપ : પૂછપરછ માટે સાતની અટકાયત

અમેઠી, તા. 26 : અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને સાંસદ બનેલા સ્મૃતિ ઈરાનીના સહયોગી સુરેન્દ્રપ્રતાપ સિંહની હત્યાથી હડકંપ મચી ગયો છે. મૃતકના પુત્ર દ્વારા કોંગ્રેસ ઉપર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે અને અમેઠીમાં વિજય યાત્રા કોંગ્રેસ સમર્થકોને પસંદ ન આવતા હત્યા કરવામાં આવી હોવાનું કહ્યું હતું. ભાવુક બનેલા સ્મૃતિ ઈરાનીએ સુરેન્દ્રની અંતિમયાત્રામાં તેમના મૃતદેહને કાંધ પણ આપી હતી. સ્મૃતિએ આજે હત્યારાઓની ઝડપથી પકડવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. ત્યાર બાદ પોલીસે સાત સંદિગ્ધની અટકાયત કરી હતી. 
સુરેન્દ્રની અંતિમયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. પરિવારે હત્યા પાછળ રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમના પુત્ર અભયે આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિની જીતનો જશ્ન અમે મનાવતા હતા તે ઘણા કોંગ્રેસ કાર્યકરોને ગમ્યું નહોતું. અને રાજકીય કારણોસર જ આ હત્યા કરાઈ છે. લોકસભા ચૂંટણીમાં સ્મૃતિના પ્રચારમાં સુરેન્દ્ર પ્રતાપે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અનેક ગામોમાં તેમનો ખાસ્સો પ્રભાવ હતો. પોલીસે આ હત્યાને લઈને સાત સંદિગ્ધને અટકાયતમાં લઈને પૂછતાછ શરૂ કરી છે.  નવનિયુક્ત સાંસદના નજીકના સહયોગીની હત્યાને લઈને તનાવ જેવી સ્થિતિ છે ત્યારે પોલીસે વધારાની ત્રણ કંપની તૈનાત કરી હતી.  સુરેન્દ્ર સિંહની હત્યાની ઘટના અંગે ડીજીપી ઓપી સિંહે કહ્યું હતું કે, બનાવમાં મહત્વના પુરાવા મળ્યા છે અને સાત લોકોની પુછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. વધુમાં વિશ્વાસ છે કે આગામી 12 કલાકમાં કેસનો ઉકેલ આવી જશે. ગઈકાલે રાત્રે સુરેન્દ્ર સિંહ ઘર બહાર સુતા હતા ત્યારે અમુક લોકોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
Published on: Mon, 27 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer