અંડરગાર્મેન્ટમાં સોનું છુપાવીને શારજાહથી આવેલા ઇસમની ધરપકડ

સુરત, તા. 13 : સુરત ઍરપોર્ટ પર સોનાની હેરાફેરીનો ચોથો બનાવ સામે આવ્યો છે. કસ્ટમ વિભાગે શારજાહથી આવેલા શખ્સની ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે. કસ્ટમ વિભાગે પકડી પાડેલા સોનાની કિંમત 19 લાખ જેટલી છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સોએ પોતાના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં પેસ્ટ બનાવીને સોનું છુપાવી રાખ્યું હતું. 
મળતી માહિતી પ્રમાણે શારજાહથી આવેલા એક યુવકની તપાસ કરતા તેના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં સોનું છુપાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. સ્કેનરને કારણે ઇસમ પાસે 570 ગ્રામ સોનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે બાદમાં કસ્ટમના અધિકારીઓએ યુવકની ધરપકડ કરી લીધી હતી. 
કસ્ટમ વિભાગે તપાસ કરતા ઇસમે પોતાના અંડરગાર્મેન્ટ અને જીન્સમાં સોનાની પેસ્ટ બનાવીને તેને છુપાવી રાખ્યું હતું. 
સુરતથી ધરપકડ કરવામાં આવેલો યુવક મુંબઈનો હોવાનું માલુમ પડ્યું છે.
ઍરપોર્ટ પર પેસ્ટ બનાવીને સોનાની દાણચોરીનો આ ચોથો બનાવ સામે આવ્યો છે. આ પહેલા આવા ત્રણ બનાવ ધ્યાનમાં આવી ચૂક્યા છે. 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોનાની પેસ્ટ બનાવીને દેશમાં ઘુસાડવાના અનેક બનાવો સામે આવ્યા છે. સોનાને મૂળ સ્વરૂપે રાખવાને બદલે તેની પેસ્ટ બનાવવાથી તે સહેલાઈથી સ્કેનરમાં પકડાતું નથી. આ કારણે જ સોનાની દાણચોરી માટે આવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે.
 

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer