પીઓકેમાં પાકનો અત્યાચાર : પ્રદર્શન કરતા 60 લોકોની ધરપકડ

મુઝફ્ફરાબાદ, તા. 16 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા મુઝફ્ફરાબાદમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા 60 લોકોની ધરપકડ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઝેલમ નદી ઉપર પરિયોજનાઓ બંધ કરવાની માગણી કરતા ચક્કાજામ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ ઉપર બળજબરી કરી હતી અને ધરપકડ કરી હતી. મુઝફ્ફરાબાદના લોકો છેલ્લા બે મહિનાથી ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેઓની માગણી પૂરી કરવામાં આવતી નથી. પોલીસ ઉપર પ્રદર્શનકારીઓના વિરોધમાં પીઓકેમાં દુકાનો અને કારોબાર બંધ કરવામાં આવ્યા હતા.
 
 

Published on: Mon, 17 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer