ટ્રેનમાં માલિશની સુવિધા ઉપર રોક સામે કંપની અદાલતમાં જશે

મુંબઈ/નવી દિલ્હી, તા. 16 : ચાલતી ટ્રેનમાં મુસાફરોને માલિશની સુવિધા આપવાના પ્રસ્તાવને રેલવે દ્વારા પરત ખેંચવામાં આવ્યા બાદ હવે યોજના સાથે જોડાયેલા સ્ટાર્ટ અપે નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવા કહ્યું છે તેમજ અદાલતમાં જવાની ચીમકી પણ આપી છે. સ્થાનિક ફર્મ કેલિપ્સોના સંસ્થાપક ગૌરવ રાણાએ કહ્યું હતું કે, ઈન્દોરથી ચાલતા 39 ટ્રેનમાં માથા અને પગની માલિશની સુવિધા શરૂ કરવા પશ્ચિમ રેલવેએ એક વર્ષ માટે સ્વિકૃતી આપી હતી. જેને લઈને તૈયારી પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ શનિવારે પશ્ચિમ રેલવેએ કોઈપણ સુચના વિના પ્રસ્તાવ પરત ખેંચવાની ઘોષણા કરી છે. અમુક લોકોએ ગેરમાર્ગે દોરાઈને કરેલા નિવેદનથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ સુવિધાની શરૂઆત અગાઉથી જ સ્પષ્ટ હતું કે માલિશ પુરા શરીરની નહી પણ માત્ર પગ અને માથાની જ કરવામાં આવશે. 

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer