મહારાષ્ટ્રમાં એમબીબીએસના કોર્સ માટે 2020 બેઠકો વધારવામાં આવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : આર્થિક રીતે નબળા પરિવારો માટે એમબીબીએસના અભ્યાસક્રમમાં 2020 બેઠકો વર્તમાન શૈક્ષણિક વર્ષથી મંજૂર કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. મરાઠા આરક્ષણ માટે 1650 બેઠકો વધારી આપવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે, તે વિશે આવતી કાલે અંતિમ નિર્ણય લેવાશે એમ કેન્દ્રના આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને જણાવ્યું છે.
બે નવા આરક્ષણને લીધે સર્વ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને મળતી બેઠકોની સંખ્યા ઘટી હતી તેના કારણે બેઠકોની સંખ્યા વધારવાની વિનંતી કરવા મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન ગિરીશ મહાજનના પ્રયાસોને સફળતા 
મળી છે. એમબીબીએસના અભ્યાસક્રમમાં વધારવામાં આવેલી 2020માંથી 1140 બેઠકો સરકારી અને 880 બેઠકો ખાનગી મેડિકલ કૉલેજોને મળશે. મરાઠા આરક્ષણની 850 બેઠકો સરકારી અને 800 બેઠકો ખાનગી કૉલેજોને મળશે. તે વિશેનો અંતિમ નિર્ણય આવતી કાલે થશે.
સિંધુદુર્ગ, નંદુરબાર, બુલઢાણા, પરભણી, અમરાવતી, નાશિક અને સાતારા જિલ્લા હૉસ્પિટલોને હવે તબીબી કૉલેજોનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જળગાંવમાં નેશનલ કૅન્સર ઇન્સ્ટિટયૂટ શરૂ કરવાની પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
 

Published on: Mon, 17 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer