ચમકી તાવથી વધુ ચાર મૃત્યુ : કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને કરી સમીક્ષા

જન અધિકાર પાર્ટીએ આરોગ્યપ્રધાન સામે ફરકાવ્યા કાળા ઝંડા
મુઝફ્ફરપુર, તા. 16 : બિહારના મુઝફ્ફરપુરમાં ચમકી તાવના કારણે બાળકોનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિસ્તારમાં મહામારીનું રૂપ લઈ ચૂકેલા તાવના કારણે શનિવાર સુધીમાં 80થી પણ વધારે બાળકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન  સ્થિતિની સમિક્ષા કરવા પહોંચ્યા ત્યારે વધુ ચાર બાળકોના મૃત્યુ થયા હતા.  આ દરમિયાન બિહારની જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ હર્ષવર્ધન સામે કાળા ઝંડા ફરકાવ્યા હતા અને વિરોધ કર્યો હતો. 
ડો. હર્ષવર્ધને શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત અને તબીબો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બિહાર સરકારના મંત્રી સુરેશ શર્માએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર શરૂઆતથી જ બિમારી ઉપર કામ કરી રહી છે. જો કે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આઈસીયુ અને બેડની કમીનો પણ સ્વિકાર કર્યો હતો. પટણામાં મૃતકો અંગે બોલતા ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, ગરમીથી લોકો જીવ ગુમાવી રહ્યા છે તે દુ:ખદ છે. લોકોને સલાહ છે કે જ્યાં સુધી તાપમાન સામાન્ય ન બને ત્યાં સુધી કારણ વિના ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. આકરો તાપ મગજ ઉપર અસર કરે છે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer