સંસદ બાધિત ન કરવા મોદીની તમામ પક્ષોને અપીલ

નવી દિલ્હી, તા. 16: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સંસદમાં પક્ષના નેતાઓને મતભેદને બાજુએ રાખીને બન્ને  સદનનાં કામકાજને બાધિત ન કરવાની અપીલ કરી હતી. સોમવારે શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા નેતાઓને સંબોધિત કરતા મોદીએ તમામ રાજનીતિક દળોને સદનને યોગ્ય રીતે ચલાવવામાં સરકાર સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવનિર્વાચિત સાંસદોનું પણ સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે સંસદનાં કામકાજમાં નવા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. મોદીએ તમામ નેતાઓ સમક્ષ આત્મનિરિક્ષણનો પણ આગ્રહ કર્યો હતો કે શું તેઓ લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સક્ષમ છે ? મોદીએ સંસદની બેઠકમાં કહ્યું હતું કે, કોઈ સંદનને બાધિત કરીને દિલ જીતી ન શકે. તમામ દળોએ રાજનીતિક મતભેદોને અલગ રાખીને દેશની પ્રગતિની દિશામાં અથાક પરિશ્રમ કરવો જોઈએ. સરકાર હંમેશાં રાજનીતિક દળો દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાને ગંભીરતાથી સ્વીકારે છે.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer