અંધેરીનો ગોખલે ફ્લાયઓવર 11 મહિના પછી ખુલ્લો મુકાયો

અંધેરીનો ગોખલે ફ્લાયઓવર 11 મહિના પછી ખુલ્લો મુકાયો
મુંબઈ, તા. 16 : ગયા વર્ષે જુલાઈ મહિનામાં તૂટી પડેલા અંધેરીના ગોખલે બ્રિજને રવિવારે સવારે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
અંધેરી ઇસ્ટ-વેસ્ટને જોડતો આ ફ્લાયઓવરની ફૂટપાથ 3 જુલાઈ, 2018ના તૂટી પડી હતી અને આ ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા અને ત્રણ જણ ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ રેલવેએ આઈઆઈટી મુંબઈને ફ્લાયઓવરનું અૉડિટ કરવાનું કહ્યું હતું અને એ પછી બ્રિજને મજબૂત અને રિપેરનું કામ હાથ ધરાયું હતું. 3.34 કરોડનો ખર્ચ રિપેર કામ પાછળ કરવામાં આવ્યો હતો. રાત્રે રેલવેના ટ્રાફિક અને પાવર બ્લૉક દરમિયાન રિપેરનું કામ બે તબક્કામાં કરાયું હતું. પ્રથમ તબક્કામાં દક્ષિણ તરફનો કેરેજ-વે જૂન 2019 સુધી રિપેર કરાયો હતો. રાજ્ય સરકારની વિનંતીને કારણે રિપેર કામ ચાલુ હોવા છતાં ફ્લાયઓવરને ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર માટે આંશિક રીતે ખુલ્લો મુકાયો હતો. બીજા તબક્કામાં ઉત્તર તરફના કેરેજ-વેને અંદાજે 4 મહિનામાં રિપૅર કરાયો હતો.

Published on: Mon, 17 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer