શોએબ અખ્તરે સરફરાઝને કેમ કહ્યો `રેલૂ કટ્ટા''

શોએબ અખ્તરે સરફરાઝને કેમ કહ્યો `રેલૂ કટ્ટા''
નવી દિલ્હી, તા.19: વર્લ્ડ કપમાં ભારતના હાથે પાકિસ્તાનની સાતમી હાર બાદ `રેલૂ કટ્ટા' શબ્દ ઘણો પ્રચલિત બન્યો છે. મેચ પહેલા પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને એક ટિવટમાં રેલૂ કટ્ટા શબ્દનો ઉપયોગ કર્યોં હતો. આ ટિવટમાં ઇમરાના ખાને પાક. ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને સલાહ આપી હતી કે તે ભારત સામેના મેચમાં સ્પેશ્યાલિસ્ટ બેટસમેન અથવા સ્પેશ્યાલીસ્ટ બોલરને રમાડે, કારણ કે દબાણવાળા મેચમાં રેલૂ કટ્ટા પરફોર્મ કરી શકતા નથી. આ પછી જ્યારે પાકિસ્તાનની કારમી હાર થઇ ત્યારે શોએબ અખ્તરે યૂ ટયૂબ પર તેના વીડિયોમાં સરફરાઝ માટે રેલૂ કટ્ટા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આથી ભારતીય ચાહકોમાં રેલૂ કટ્ટા શબ્દનો અર્થ શું તે જાણવાની ઉત્સુકતા વધી હતી. રેલૂ કટ્ટા એટલે `રખડું વાછરડું' - પાકિસ્તાનમાં રેલૂ કટ્ટા શબ્દનો ઉપયોગ અયોગ્ય ખેલાડી માટે કરવામાં આવે છે. આ ખેલાડી એવો હોય છે કે કયારેક બેટિંગ કરી લે છે તો કયારેક બોલિંગ કરે છે, પણ કયારેય મેચ જીતાડતો હોતો નથી. આથી જ પાક. વડાપ્રધાન ઇમરાન ખાને રેલૂ કટ્ટાને ભારત સામે ન રમાડવાની સરફરાઝને સલાહ આપી હતી.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer