મહિલા વર્લ્ડ કપ ન્યૂ ઝીલૅન્ડમાં 2021ના પ્રારંભે રમાશે

મહિલા વર્લ્ડ કપ ન્યૂ ઝીલૅન્ડમાં 2021ના પ્રારંભે રમાશે
નવી દિલ્હી, તા.19 : આઇસીસી દ્વારા આજે મહિલા વર્લ્ડ કપ 2021નો કાર્યક્રમ જાહેર કર્યો છે. મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ન્યૂ ઝીલૅન્ડમાં 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. જેમાં આઇસીસી મહિલા ચેમ્પિયનશીપની ટોચની ટીમોને સીધો પ્રવેશ મળશે. 
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 12માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2021નું શિડયુલ જાહેર કરી દીધું છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું છે કે, 21 દિવસની અંદર 31 મેચ રમાશે. ફાઇનલ 20 ફેબ્રુઆરીના રોજ રમાશે.
ન્યૂ ઝીલૅન્ડમાં 50 ઓવરની ચોથી આઇસીસી ટૂર્નામેન્ટ રમાશે. પહેલા ન્યુઝીલેન્ડમાં 1992 અને 2015માં પુરુષ વર્લ્ડકપ રમાયો હતો. જ્યારે 2000માં મહિલા વર્લ્ડકપ રમાયો હતો. મહિલા વર્લ્ડકપમાં કુલ 7 ટીમ ભાગ લેશે. આઇસીસી મહિલા ચેમ્પિયનશીપની ટોપ-4 ટીમોને આમાં સીધો પ્રવેશ મળશે. ચેમ્પિયનશિપનાં પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા (22 પોઇન્ટ), ચેમ્પિયન ઇંગ્લેન્ડ (22), ભારત (16) અને દક્ષિણ આફ્રિકા (16) ટોચની 4 ટીમ છે. 
અન્ય ત્રણ ટીમોને ક્વોલિફાયર થકી બીજી તક મળશે. ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ અને આયર્લેન્ડ સિવાય આફ્રિકા, અમેરિકા, એશિયા, પૂર્વ એશિયા અને યુરોપના ક્ષેત્રની ટીમો ભાગ લેશે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer