વિશ્વ કપમાં વિરાટનો ઉત્સાહ વધારવા અનુષ્કા ઇંગ્લેન્ડ પહોંચી

વિશ્વ કપમાં વિરાટનો ઉત્સાહ વધારવા અનુષ્કા ઇંગ્લેન્ડ પહોંચી
લંડન, તા.19: બોલિવૂડ હિરોઇન અનુષ્કા શર્મા તેના પતિ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો વર્લ્ડ કપમાં ઉત્સાહ વધારવા ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. સોશિયલ મીડિયા પર બન્નેનો લેટેસ્ટ ફોટો સામે આવી ગયો છે. જેમાં `િવરૂષ્કા' એક સાથે દેખાઇ રહયા છે. વિરાટ કોહલી ફેન કલબે ઇંસ્ટાગ્રામ પેજ પર આ તસવીર શેર કરી છે. તસવીર સાથે લખ્યું છે કે વિરાટ અને અનુષ્કા લંડનની ઓલ્ડ બોન્ડ સ્ટ્રીટમાં આજે એક સાથે. પાકિસ્તાન સામેની જીત બાદ ટીમ ઇન્ડિયા એક ટૂંકા બ્રેક પર છે. ભારતનો હવે પછીનો મેચ અફઘાનિસ્તાન સામે સાઉથહેમ્પટનમાં શનિવારે રમાવાનો છે. આથી આ બ્રેકમાં વિરાટ-અનુષ્કા એક સાથે જોવા મળી રહયા છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer