અફઘાનિસ્તાનના ખેલાડીઓનો માંચેસ્ટરના રેસ્ટોરન્ટમાં ઝઘડો થયો

અફઘાનિસ્તાનના ખેલાડીઓનો માંચેસ્ટરના રેસ્ટોરન્ટમાં ઝઘડો થયો
પોલીસ બોલાવવી પડી : ઇંગ્લેન્ડ સાથેના મેચની પૂર્વ રાત્રીની ઘટના

માંચેસ્ટર, તા.19 : ઇંગ્લેન્ડમાં આઇસીસી વર્લ્ડ કપ સ્પર્ધામાં રમી રહેલી અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ પોલીસ મામલામાં ફસાયા છે. અફઘાન ખેલાડીઓ સોમવારે અહીંની એક રેસ્ટોરન્ટમાં ગયા હતાં અને ત્યાં એમને ઝઘડો થયો હતો. જેથી પોલીસને બોલાવવી પડી હતી.
આ ઘટના મંગળવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ મેચની પાછલી રાતે બની હતી.
 ઇંગ્લેન્ડ સામેની મેચમાં અફઘાનિસ્તાનનો 150 રનથી પરાજય થયો હતો. અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનના ખેલાડીઓને રેસ્ટોરન્ટમાં જોઇને એક સામાન્ય માણસ પોતાના મોબાઇલ ફોનથી મૂવી ઉતારવા માંડયો હતો. ત્યારે ખેલાડીઓએ વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં એ નાગરિક સાથે ખેલાડીઓને ઝઘડો થઇ ગયો હતો.
માન્ચેસ્ટરમાં લિવરપુલ રોડ પર આવેલી અકબર્સ રેસ્ટોરન્ટમાં તે ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 11:30 વાગ્યે બની હતી. મામલો આખરે પોલીસમાં ગયો હતો. ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરતાં પોલીસને બોલાવવી પડી હતી. બનાવમાં કોઇને ઇજા નહોતી પહોંચી અને કોઇની ધરપકડ પણ કરાઇ નથી. તે છતાં પોલીસે તપાસ
ચાલુ રાખી છે.  અફઘાન ટીમના સુકાની ગુલાબુદિન નૈબને આ બારામાં સવાલ થતાં તેણે એવું કહ્યું હતું કે, હું જાણતો નથી. અમારી ટીમના સિક્યુરીટી ઓફિસર આપને માહિતી આપી શકે છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer