બીએસઈની ઝિંક, લેડ, એલ્યુમિનિયમમાં ફ્યુચર કોન્ટ્રક્ટ્સ લોન્ચ કરવાની યોજના

નવી દિલ્હી, તા. 19 : બૉમ્બે સ્ટૉક એકસ્ચેન્જ (બીએસઈ)એ ઝિંક, નિકલ, લેડ અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સમાં ફ્યુચર કોન્ટ્રેક્ટ લોન્ચ કરવા માટે બજારના નિયમનકાર સેબીની પરવાનગી માગી છે.
આ કૉન્ટ્રેક્ટ લોન્ચ થશે તો કંપનીઓ તથા ફિઝિકલ ટ્રેડર્સને મદદ મળશે. જેમાં અગાઉ લંડન મેટલ એક્સ્ચેન્જ પર પ્રાઈસ પ્રોટેક્શન માટે હેજિંગ કરતા હતા. ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ થવાના કારણે પાછલા એક વર્ષમાં બેઝ મેટલની કિંમતમાં અસ્થિરતા જોવાઈ છે. આ ઉપરાંત બીએસઈના પ્રોડક્ટ વર્કિંગ જૂથે સોયાબીનના લોન્ચ માટે મંજૂરી આપી છે.
બેઝ મેટલ્સમાં બીએસઈએ ભારતમાં ડિલિવરી બેઝ કોપર ફ્યુચર કોન્ટ્રેક્ટ લોન્ચ કરી દીધો છે. અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડવોર વધારો ઉગ્ર બન્યો છે તથા ચીનમાં મેટ્રો ઇકોનોમિક ડેટા નબળા આવ્યા છે જેના પરિણામે માર્કેટ પાર્ટિસિપન્ટસી દ્વારા રિસ્કની ટ્રેનિંગ માટેની જરૂરિયાતોમાં વધારો થવાના કારણે બેઝ મેટલ્સ કોમ્યુલેક્સમાં અસ્થિરતામાં વધારો થયો છે. આના સંદર્ભમાં બીએસઈ એલ્યુમિનિયમ, લેડ, નિકલ, ઝિંકમાં ડિલિવરી બેઝ કોન્ટ્રેક્ટ માટે નિયમનકાર પાસે મંજૂરી માગી રહ્યું છે. ભારતીય કોમોડિટી ફ્યુચરમાં બીએસઈને પાછલા નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ રૂા. 300 કરોડનું દૈનિક મૂલ્ય નોંધાવ્યું હતું. ગુવારસીડમાં એકસ્ચેન્જે 2018-'19માં સરેરાશ રૂા. 600 કરોડનો ઓપન ઇન્ટરેસ્ટ મેળવ્યો હતો અને વર્ષ દરમિયાન સર્વોચ્ચ ઓપન ઇન્ટરેસ્ટ મેળવાયો હતો તે 15 ફેબ્રુઆરી, 2019ના રોજ રૂા. 2381 કરોડ હતો.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer