`ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગનું ટર્નઓવર રૂા. પાંચ લાખ કરોડના લક્ષ્યને પાર કરશે''

મુંબઈ, તા. 19 : ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ 2025 સુધી રૂા. પાંચ લાખ કરોડનો આંક પાર કરી જશે. હાલમાં તેનો આકાર રૂા. 2.25 લાખ કરોડ છે અને દેશમાં 60 લાખ લોકોને રોજગાર સાથે સૌથી મોટો રોજગાર આપનાર ઉદ્યોગમાંથી એક છે એમ અૉલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન (એઆઈપીએમએ)ના ચૅરમૅન અરવિંદ મહેતાએ જણાવ્યું હતું.
ઝડપથી વૃદ્ધિ પામતા પ્લાસ્ટિક ઉદ્યોગને ભારતને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થાપન બનવા માટે મદદ કરશે, જે માટે સરકારે એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસ)ને ટેકો આપવો જોઈએ. ખાસ કરીને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ ફાઈનાન્સિગ અને તરફેણકારી નિયમન નીતિઓ સરકારે લાવવી જોઈએ. જો સરકાર તરફેણકારી નીતિઓ લાવે અને ટેકો આપે તો પ્લાસ્ટિક ઉદ્યોગમાં એમએસએમઈ ભારતને 2025 સુધી તેનું લક્ષ્ય હાંસલ કરવામાં મોટી ભૂમિકા ભજવશે, એમ અરાવિંદ મહેતાએ ઉમેર્યું હતું. 
મુંબઈમાં ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ ઍસોસિયેશન / પ્રોસેસર્સ મીટ 2019માં 15 મુખ્ય રાજ્યનાં 44 ઉદ્યોગ સંગઠનોના 80થી વધુ પ્રતિનિધિઓના મેળાવડાને સંબોધન કરતાં તેમણે નોંધ કરી હતી કે માટિંગનો મુખ્ય હેતુ નિકાસમાં વૃદ્ધિ અને પર્યાવરણની ચિંતાઓને પહોંચી વળવા માટે ઉદ્યોગમાં જનમત વિકસાવવાનો છે. ઉદ્યોગનું નવું સૂત્ર સેવ પ્લાસ્ટિક્સ, સેવ એન્વાયર્મેન્ટ છે. 
આ જ રીતે ઉદ્યોગ નિકાસકારોની સંખ્યા હાલના 3000 પરથી 6000 સુધી વધીને 2025 સુધી હાલના 8 અબજ યુએસ ડોલરથી વધીને 30 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે, એમ મુંબઈમાં એઆઈપીએમએ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ એસોસિયેશન / પ્રોસેસર્સ મીટ 2019માં સંબોધન કરતાં મહેતાએ જણાવ્યું હતું. 
મહેતાએ જણાવ્યું હતું કે ઘરઆંગણાનો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલના રૂા. 2.25 લાખ કરોડથી વધીને 2025 સુધી રૂા. પાંચ લાખ કરોડે પહોંચશે. ઉદ્યોગ હાલમાં 40.5 લાખ લોકોને રોજગાર આપે છે તે 2025 સુધી વધીને 60 લાખ સુધી પહોંચશે, જેને લઈ દેશમાં સૌથી વધુ રોજગાર ઊપજાવનારમાંથી એક બની રહેશે. 
સેમિનારનું આયોજન નિકાસમાં વૃદ્ધિ અને પર્યાવરણ સંબંધી મુખ્ય ચિંતાઓ પર ઉદ્યોગનો જનમત મેળવવાના હેતુથી કરાયું છે. આ ઈવેન્ટમાં 15 રાજ્યમાંથી 44 સંગઠન અને 80 સંગઠન પ્રમુખોએ ભાગ લીધો હતો અને કાચા માલ પર આયાતવેરાનો વિરોધ, ટેકનોલોજી અપગ્રેડેશન ફંડની નિર્મિતી પર્યાવરણ રક્ષણ પર સરકારની હાકલને પ્રતિસાદ આપીને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા માટે ભારતને મદદરૂપ થવા માટે ઉદ્યોગની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. 
આ કોન્ક્લેવ એઆઈપીએમએની છત્રછાયા હેઠળ આયોજિત કરાઈ હતી અને તેનું નવું સૂત્ર સેવ પ્લાસ્ટિક્સ સેવ એન્વાયર્નમેન્ટમાં વાણિજ્ય વિભાગના સિનિયર અધિકારીઓ ઉદ્યોગના પ્રમુખોએ ભાગ લીધો હતો. આમાં વાણિજ્ય વિભાગના ઉપ- સચિવ એસ કે રંજન, એઆઈપીએમએ ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન અરાવિંદ મહેતા, એઆઈપીએમએના પ્રેસિડેન્ટ મીલા જયદેવ, એન્વાયર્નમેન્ટ કમિટીના હિતેન ભેદા, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝના એમડી એમ પી તાપરિયા, નીલકમલ ઈન્ડસ્ટ્રીઝના વામન પરીખ, કોલસાઈટ ગ્રુપના એમડી એસ વી કાબ્રા, આઈસીપીઈના એસ કે રે અને ઉદ્યોગના પ્રમુખો હાજર રહ્યા હતા. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer