ખસખસની આયાત સપ્ટે.થી શરૂ થશે

ખસખસની આયાત સપ્ટે.થી શરૂ થશે
ભાવ વધવા તરફી રહેવાની ધારણા
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 1 9 : ખસખસની નવી આયાત સપ્ટેમ્બરથી શરૂ થાય ત્યાં સુધી ભાવ વધારા તરફી રહેશે, એમ સ્થાનિક એપીએમસી બજારના વેપારી સૂત્રોનું જણાવવું છે.
દેશમાં ખસખસની આયાત પ્રક્રિયા લગભગ ફેબ્રુઆરીથી અટકેલી પડી છે.
ખસખસના મુખ્ય ઉત્પાદક દેશ ટર્કીનો માલ જુલાઈમાં આવતો હોવાથી ખસખસની આયાત મોસમ 31 માર્ચ સુધીની હોય છે. ખસખસના પાકના આંકડાનો અંદાજ આવે નહીં ત્યાં સુધી તેની આયાત પરવાનગી નહીં આપવાનો નાર્કોટિક્સ વિભાગનો નિયમ હોય છે. વધુમાં નવી સરકારના ટર્કી સાથે ખસખસની આયાતના કરાર અથવા નવી આયાત પૉલિસી રચાયા બાદ અૉગસ્ટમાં પરમીટ આવવાની શક્યતા છે. જેથી નવો માલ સપ્ટેમ્બરમાં આવી શકે છે. હાલ મધ્યપ્રદેશમાં ખસખસનો માલ પૂરો થવામાં છે અને ત્યાંથી માગ સામે માલ માત્ર 30 ટકા જેટલો આવે છે. તેમ જ ખસખસમાં માલબોજ પણ નહિ હોવાથી માલ ખેંચ રહેશે.
સ્થાનિકમાં આગામી મહિનાથી ખસખસમાં તહેવારોની માગ વધશે અને આયાતી માલ આવે નહિં ત્યાં સુધી ખસખસના પ્રતિ કિલો એ જથ્થાબંધ ભાવમાં રૂા. 100 જેટલો વધારો થવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. હાલ પ્રતિ કિલોનો જથ્થાબંધ ભાવ જીએસટી સિવાય રૂા. 750 ક્વૉટ થઈ રહ્યો છે.
ખસખસનો સ્થાનિક પાક 6-7 હજાર ટન થવાનો વેપારીઓનો અંદાજ છે જ્યારે ટર્કીમાં 14,000 ટન પાક થવાનો અંદાજ ત્યાંના વેપારી અબ્દુલ હકે જણાવ્યો છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer