બુલિયન બજાર માટે પ્રતિષ્ઠા પુન સ્થાપિત કરવાનો પડકાર પૃથ્વીરાજ કોઠારી

બુલિયન બજાર માટે પ્રતિષ્ઠા પુન સ્થાપિત કરવાનો પડકાર પૃથ્વીરાજ કોઠારી
ઇબ્રાહિમ પટેલ તરફથી  
મુંબઈ, તા. 19 : બનાવટ કરીને રાતોરાત  હવામાં ઓગળી જતા ખેલાડીઓએ દેશભરના બુલિયન અને જવેલરી વેપારની પ્રતિષ્ઠાને જે હાનિ પહોચાડી છે, તેને પુન:સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. આપણે સૌએ સાથે મળીને જેમ અને જ્વેલરી સેકટરના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે સખત મહેનત કરશું તો જ આગામી વર્ષોમાં ભારતની પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત થશે, એમ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જવેલર્સ ઍસોસિયેશન (ઇબજા)ની અહી મળેલી 100મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રિદ્ધિસિદ્ધિ બુલિયનના સીઈઓ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર પણ ભારતના જેમ ઍન્ડ જ્વેલરી, બુલિયન બજારોનાં વિકાસમાં રહી ગયેલી તમામ ત્રુટીઓને દુરસ્ત કરવા સક્રિય બની છે, આ ઘટનાને 100મી જયંતીએ અમારા માટે ગર્વ લેવા સમાન છે.    
વર્ષ 2019થી 2024 માટે વિદાય લઇ રહેલા પ્રમુખ મોહિત ભારતીયએ આ સંવાદદાતા કહ્યું કે 100 વર્ષનું વટવૃક્ષ બનેલી આ સંસ્થાને હવે સરકાર, રિઝર્વ બૅન્ક, દેશ વિદેશના તમામ કૉમોડિટી એક્સચેન્જો અને વેપારીઓ પણ પ્રતિષ્ઠાની નજરે જોવા પ્રેરાયા છે. ઇબજાની દરેક પ્રવૃત્તિની નોંધ સરકાર અને સોના ચાંદી સહિતની કીમતી ધાતુ સાથે સંકળાયેલા બધા જ ક્ષેત્રો લઈ રહ્યાં છે. મોહિત ભારતીયએ કહ્યું કે દેશની બુલિયન બજારને નવો ઓપ આપવા ઇબજાનો સમાવેશ નીતિ આયોગમાં કરવામાં આવ્યો છે. સરકાર રચિત ગોલ્ડ કાઉન્સીલમાં પણ ઇબજાને કો કન્વીનરનો હોદ્દો પ્રદાન કરવામાં આવ્યો છે.  
છેલ્લી બે ટર્મથી પ્રમુખ રહેલા મોહિત ભારતીયએ, બુલિયન બજારના તમામ સાથી સહયોગો સાથે મળીને સભ્ય સંખ્યા 300માંથી 7000 કરતાં વધુએ પહોંચાડી છે. તેથી અમારો અવાજ પણ બુલંદ થયો છે એમ તેમણે કહ્યું હતું. એમસીએક્સ અને એનએસઈનાં બુલિયન સેગમન્ટનાં સ્પોટ એક્સચેન્જના એડવાઈઝર તરીકે ઇબજાની નિયુક્તિ થઈ છે. રિઝર્વ બૅન્ક અને વિદેશના બુલિયન ટ્રેડરો હવે ઇબજાના સોના-ચાંદીના બેન્ચમાર્ક સ્પોટ ભાવને સ્વીકૃતિ આપતા થયા છે. દેશના 27 રાજ્યોમાં ઇબજાએ પોતાની બ્રાંચ અૉફિસો સ્થાપિત કરી છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer