સૈફની ફિલ્મમાં કરીનાનો સ્પેશિયલ અપીયરન્સ

સૈફની ફિલ્મમાં કરીનાનો સ્પેશિયલ અપીયરન્સ
બૉલીવૂડના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને તેની બેગમ કરીના કપૂરની જોડી ફરી એક વખત સિલ્વર ક્રીન પર સાથે દેખાશે. બને પતિ-પત્નીની છેલ્લી ફિલ્મ `હેપ્પી એન્ડિંગ' હતી. આ ફિલ્મમાં કરીનાનો `કૅમિયો' હતો. તેની પહેલાં તેઓએ ફિલ્મ `ટશન', `ઓમકારા' અને `કુર્બાન' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
હવે એવી ચર્ચા સંભળાઈ રહી છે કે સૈફ અલી ખાનની ફિલ્મ `જવાની જાનેમન'માં કરીના કપૂર `સ્પેશિયલ અપીયરન્સ' કરવાની છે. કરીના કપૂર લંડનમાં પોતાના પતિ સૈફ અલી સાથે કેવલ વૅકેશન ગાળવા નથી ગઈ પરંતુ ત્યાં કરીના `જવાની જાનેમન'નું શૂટિંગ પણ કરવાની છે. આ ફિલ્મ તારા પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા બૉલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer