સુશીલ મોદીએ મીડિયાને કહ્યં, ચમકી તાવ વિશે પ્રશ્ન નહીં કરો !

પટણા, તા. 19 : બિહારમાં `ચમકી' તાવનાં કારણે થઈ રહેલા બાળકોનાં મોતથી નીતીશકુમાર સરકારની નાલેશી થઈ રહી છે તેમ છતાં સરકાર ગંભીર હોય, તેવું જણાઈ રહ્યું નથી. નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ એવું કહી નાખ્યું હતું કે, ચમકી તાવ પર નહીં, બેંકિંગ પર સવાલ પૂછો.
એક પત્રકાર પરિષદમાં પત્રકારોએ ચમકી તાવથી બાળકો જીવ ખોઈ રહ્યા છે, એ અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ ટાળતાં સુશીલે જણાવ્યું હતું કે આ પત્રકાર પરિષદ બેંકિંગ સમિતિ પર છે તાવ પર નથી.
બેંક સાથે જોડાયેલા મુદ્દા પર પશ્ન પૂછશો તો જવાબ મળી શકશે. અહીં તાવ પર પૂછો નહીં, તેવું તેમણે ઉમેર્યું હતું.
સુશીલ મોદીએ આવું કહેતાંની સાથે જ પત્રકાર ફરી ચમકી તાવ પર જ પ્રશ્ન પૂછવા લાગ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ પાછા પૂછાયેલા તાવ અંગેના પ્રશ્નોની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, બેંકિંગ વિશે પૂછવું હોય, તો પૂછો નહીંતર આ પત્રકાર પરિષદ અમે ખતમ કરી દઈએ છીએ.
દરમ્યાન ચમકી તાવથી બાળકોનાં મોત મામલે કરાયેલી જાહેર હિતની અરજી પર આવતા સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer