આઇએમએફ પાક.ને નિયત શરતો બાદ જ લોન આપે અમેરિકા

વોશિંગ્ટન, તા. 19: અમેરિકાએ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને આર્થિક પેકેજ આપવાના કરાર કરવા ઉપર આઇએમએફ સામે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પાકિસ્તાનને યોગ્ય શરત બાદ જ લોન આપવામાં આવે. અમેરિકન સરકારને ચિંતા છે કે પાકિસ્તાન આઇએમએફની નાણાકીય મદદનો ઉપયોગ ચીનની લોન પરત કરવામાં કરશે. પાકિસ્તાને ગયા મહિને 6 અબજ ડોલરના રાહત પેકેજ માટે આઇએમએફ સાથે એક સમજૂતી કરી છે.
આ રકમનો ઉપયોગ પાકિસ્તાન પોતાના આર્થિક સંકટને દૂર કરવા અને ધીમી પડતી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા કરશે. 
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer