ઉચ્ચતમ શિક્ષણમાં વિશ્વની ટોપ 100માં એક પણ ભારતીય નથી

આઈઆઈટી-બોમ્બેનો ક્રમ 152

નવી દિલ્હી તા. 19:  શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધનીય સુધારો થયા છતાં, ઉચ્ચતમ શિક્ષણ માટેની વૈશ્વિક કન્સલ્ટન્સી કવાએકવારેલી સાયમોન્ડ્સ (કયુએસ)એ તૈયાર કરેલી ટોચની સો યુનિવર્સિટીઓની વૈશ્વિક યાદીમાં એક પણ ભારતીય યુનિ. સ્થાન પામી શકી નથી. આઈઆઈટી-બોમ્બે(1પ2), આઈઆઈટી-દિલ્હી (182) અને બેગ્લોરની આઈઆઈએસસી જેવી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વની બસો યુનિ.ઓમાં છે. આઈઆઈએસસીએ રીસર્ચમાં પાડેલા પ્રભાવ માટે વિશ્વની બીજા ક્રમનો શ્રેષ્ઠ સ્કોર મેળવ્યો છે.
આઈઆઈટી - બોમ્બે, '19ના કયુએસ વર્લ્ડ યુનિ. રેન્કિંગમાં દસ સ્થાન કૂદાવીને સતત બીજા વર્ષે દેશની શ્રેષ્ઠ યુનિ. તરીકે ઉપસી આવી છે.
આ વર્ષે કયુએસના આ રેન્કિંગ્સની છઠ્ઠી આવૃત્તિમાં 23 જેટલી ભારતીય ઇન્સ્ટિટયુટસ  સ્થાન મેળવી શકી છે. 23 ભારતીય ઈન્સ્ટિટયુટ્સમાંથી ચાર સંસ્થાઓએ તેમનું સ્થાન સુધાર્યુ છે, સાતને પડતી મુકાઈ છે. આ વર્ષના રેન્કિંગ્સમં  ભારતમાંથી નવો પ્રવેશ પામેલી એક માત્ર સંસ્થા છે ઓપી જિન્દાલ ગ્લોબલ.એમઆઈટી સતત 8મા વર્ષે ટોચના સ્થાને રહી છે.ટોચની બસોમાં ચીનની 19 સંસ્થાઓ છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer