શિવાજી મહારાજની હત્યા બદલ સંઘ જવાબદાર

રૅપર હાર્ડ કૌરનું બેસૂરું વિધાન

મુંબઈ, તા. 19 : સમ્રાટ અશોકનું મૃત્યુ, છત્રપતિ શિવાજી મહારાજની હત્યા તેમ જ 1984ના રમખાણો તેમ જ 26/11નો આતંકવાદી હુમલા સુધીની તમામ વિધ્વંશક ઘટનાઓ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) જવાબદાર હોવાનું ચોંકાવનારુ અને વિવાદાસ્પદ વિધાન રૅપર ગાયીકા હાર્ડ કૌરે કર્યું છે. હાર્ડ કૌરે આટલેથી ન અટકતા સંઘની ટીકા કરતા કહ્યું હતું કે ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કર્યા બાદ સંઘ પર સરદાર પટેલે પ્રતિબંધ મૂક્યો હતો. સંઘને આ દેશમાં કોઇ કામ કરવાનો અધિકાર જ નથી. મહાત્મા બુદ્ધ અને મહાવીર સંઘની વિચારધારા વિરુદ્ધ લડયા હતા અને હવે સંઘને સહન કરવામાં નહીં આવે એમ પણ આ રૅપરે કહ્યું હતું.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer