ઉત્તરપ્રદેશમાં માર્ગો બન્યા રક્તરંજિત

બે અકસ્માતમાં 15ના મોત, 36ને ઈજા

સંભલ/ફતેહપુર (ઉત્તરપ્રદેશ), તા.19 (પીટીઆઈ) : રાજ્યમાં બનેલા બે અલગ-અલગ અકસ્માતના બનાવોમાં ઓછામાં ઓછા 15 જણનાં મોત થયાં હતાં અને 36 અન્ય ઘાયલ થયા હતા એમ પોલીસે આજે જણાવ્યું હતું. આજે સવારે ફતેહપુરમાં એક બસ ટ્રક સાથે અથડાતાં સાતના મોત થયાં હતાં અને પચ્ચીસને ઈજા પહોંચી હતી એમ તેમણે જણાવ્યું હતું.
પોલીસના અધિક સુપરીન્ટેન્ડેન્ટ પૂજા યાદવે જણાવ્યું હતું કે અકસ્માત બિલારી-કૌન્હ મોઢ વિસ્તારમાં બન્યો હતો. ખાનગી બસની ટ્રક સાથે ટક્કરમાં ઓછામાં ઓછા સાતના મોત થયાં હતાં અને પચ્ચીસ જેટલા પ્રવાસીઓ ઈજા પામ્યા હતા. 
અન્ય અકસ્માતમાં મંગળવારે રાત્રે એક વાહન મિની ગુડસ ટ્રેઈલરમાં અથડાઈ પડતાં વાહનમાં સવાર આઠનાં મોત થયાં હતાં અને 11 અન્યને ઈજા પહોંચી હતી. આ અકસ્માત મોરાદાબાદ-આગ્રા રાષ્ટ્રીય રાજમાર્ગ પર બન્યો હતો.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer