પવઇના મૉલમાં આગ એક ફાયરમૅન ઘાયલ

પવઇના મૉલમાં આગ એક ફાયરમૅન ઘાયલ
મુંબઈ, તા. 19 : બુધવારે સવારે પવઇના હાઇકો મૉલમાં આગ લાગ્યા બાદ રાહત અને બચાવ અૉપરેશનમાં એક ફાયરમૅન ગંભીર રીતે ઇજા થઈ હતી.  સવારે સાડા દસેક વાગ્યે મૉલમાં આગની સૂચના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૉલમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ તો નજીવી કહી શકાય એવી હતી, પરંતુ ધૂમાડો સમગ્ર મૉલમાં પ્રસરી ગયો હતો. ફાયરમૅન દેવેન્દ્ર વાલ્મિકી ધૂમાડે બહાર જાય એ માટે જગ્યા કરી રહ્યો હતો ત્યારે તેમણે સંતુલન ગુમાવતા નીચે પડયા હતા. ઘૂમાડાની ગુંગળામણ વચ્ચે નીચે પટકાતા તેમને આંગળીમાં  ફ્રેક્ચર થયું હતું તેમ જ ડાબા પડખામાં અને કરોડરજ્જુમાં માર વાગ્યો છે. વાલ્મિકીને તત્કાળ હિરાનંદાણી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. લગભગ દોઢેક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે બૂઝાવાઇ હતી. વધુ તપાસ ચાલી રહી છે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer