ગુજરાતની બે બેઠકોની પેટાચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટિસ

ગુજરાતની બે બેઠકોની પેટાચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટિસ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19:ગુજરાત કૉંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ગુજરાતમાં બે રાજ્યસભાની બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. જેના પગલે સુપ્રીમ કોર્ટે આજરોજ આ અરજીની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી ને જવાબ માગ્યો છે.
આ મામલે વધુ સુનાવણી 25મી જૂને થશે. 
મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની  બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની રાજ્યસભા આ બન્ને બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. જેને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના કૉંગ્રેસના ધારાસભ્ય  પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યસભાની બન્ને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના આ આદેશને રદ કરવા તથા તેને ગંરબંધારણીય, ગેરકાયદે જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. તેમણે માગણી કરી છે કે, ચૂંટણી પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી અને ચૂંટણી સાથે સાથે યોજવાને નિર્દેશ આપવામાં આવે. આ અરજીના પગલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. 
અહીં નોંધવું ઘટે કે, ચૂંટણી પંચની અધિસૂચના પ્રમાણે અમિત શાહે લોકસભાની ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23મેના રોજ મળી ગયું હતું જ્યારે સ્મૃતિ ઇરાનીને પ્રમાણપત્ર 24મેના રોજ મળ્યું હતું. આમ બન્નેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થયું હતું. આ આધારે પંચે રાજ્યની બન્ને સીટોને અલગ-અલગ માની છે. જોકે, ચૂંટણી એક જ દિવસે થશે.
Published on: Thu, 20 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer