રિતિકની ફિલ્મની ક્રિપ્ટ 13 વખત બદલવામાં આવી

રિતિકની ફિલ્મની ક્રિપ્ટ 13 વખત બદલવામાં આવી
રિતિક રોશનની નવીનતમ ફિલ્મ `સુપર 30'નું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મની ચોમેર ચર્ચા થઈ રહી છે. ફિલ્મ 12મી જુલાઈએ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની કથા સુપર 30 આનંદકુમારના જીવન પર આધારિત છે.
આનંદકુમારે આઈઆઈટીની તૈયારી માટે સુપર 30 નામે એક કોચિંગ ઈન્સ્ટિટયૂટ શરૂ કરી હતી, જેમાં તેઓ ગરીબ વિદ્યાર્થીઓને મફત ભણાવતા હતા. જોકે, બૉલીવૂડનાં સૂત્રોના જણાવવા મુજબ રિતિકની આ ફિલ્મની ક્રિપ્ટ ફાઈનલ કરવા પહેલાં 13 વખત બદલવામાં આવી હતી. આનંદે જણાવ્યું હતું કે તેને કાલ્પનિક ચીજો નહીં, પરંતુ રિયાલિટી વધુ પસંદ છે.

Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer