ઈમરાને કતારના અમીર શેખ માટે ખુદ કાર હાંકી લોકોએ કર્યા ટ્રૉલ

ઈમરાને કતારના અમીર શેખ માટે ખુદ કાર હાંકી લોકોએ કર્યા ટ્રૉલ
નવી દિલ્હી, તા. 24 : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ફરી એક વખત પોતે કાર ચલાવવા માટે ટ્રોલ થયા છે. ઈમરાન ખાન કતારના અમીર શેખ તમીમ બિન હમ્માદ ખલ થાનીને તેડવા માટે પોતે કાર લઈને પહોંચ્યા હતા અને તેનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં અમુક લોકોએ ઈમરાનની પ્રશંસા કરી હતી તો અમુક લોકોએ ઈમરાનને ડ્રાઈવર ગણાવ્યા હતા. જેમાં એક યુઝરે તો ઈમરાન કદાચ દુનિયાના સૌથી મોંઘા ઉબર ડ્રાઈવર છે તેમ લખ્યું હતું. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું હતું કે,અરબ રાજકૂમારોના ડ્રાઈવર તરીકે ઈમરાનને નવી નોકરી મળી છે. આ અગાઉ ઈમરાન ખાન સાઉદી અરબના પ્રીન્સ મોહમ્મદ બીન સલમાનને તેડવા માટે પોતે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા અને કાર ડ્રાઈવ કરી હતી ત્યારે પણ ઈમરાન ખાન ઉપર કટાક્ષ થયા હતા. 
Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer