સપા સાથે ગઠબંધન તોડવાનું માયાનું ઔપચારિક એલાન

સપા સાથે ગઠબંધન તોડવાનું માયાનું ઔપચારિક એલાન
લખનૌ,તા. 24: આખરે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી દેવાની જાહેરાત બસપાના નેતા માયાવતીએ આજે કરી દીધી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ એમ માનવામાં આવી રહ્યંy હતુ કે બંને પાર્ટી અલગ થઇ જશે. આ અટકળો આજે યોગ્ય સાબિત થઇ હતી. હવે સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનનો અંત આવી ગયો છે. માયાવતીએ આજે જાહેરાત કરી હતી કે સમાજવાદી પાર્ટીના વર્તનને જોઇને લાગી રહ્યુ હતુ કે બંને સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં હરાવી શકશે નહીં.હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો.બંને પાર્ટી વચ્ચે હાલમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર જારી રહ્યો હતો. હવે બંને પાર્ટી અલગ થઇ ગઇ છે. પહેલાથી જ આ અટકળો ચાલી રહી હતી.
Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer