ભારતમાં નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, UAEએ આપી ખાતરી

નવી દિલ્હી તા. 25 : સંયુક્ત અરબ અમીરાતે (યુએઈ) ખાતરી આપી છે કે ઈરાન પર અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ભારત માટે ક્રૂડ અૉઇલ સપ્લાયમાં આવેલી કોઈપણ ઘટને પૂરી કરશે. ભારતમાં યુએઈના રાજદૂત અહમદ અલ બન્નાએ સોમવારે આ જાણકારી આપી છે. 
બન્નાએ કહ્યું કે, યુએઈએ ખાતરી આપી છે કે તે (ઈરાન પર અમેરિકાનો પ્રતિબંધ) સ્થિતિના કારણે ક્રૂડ અૉઇલની થનારી કોઈ પણ પ્રકારની ઘટને પૂરી કરશે. આવું ભૂતકાળમાં પણ કરવામાં આવી ચૂક્યું છે અને અમે ભારત સરકારને ફરીથી આ વાતને લઈ ખાતરી આપીએ છીએ. 

Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer