સ્ટ્રીટ ડાન્સર- થ્રીડી''માં રેમો ડિસોઝા તક આપશે નવોદિત ડાન્સર્સને

સ્ટ્રીટ ડાન્સર- થ્રીડી''માં રેમો ડિસોઝા તક આપશે નવોદિત ડાન્સર્સને
ફિલ્મ દિગ્દર્શક કોરિયોગ્રાફર- રિયાલિટી શોના જજ રેમો ડિસોઝાની આગામી ફિલ્મ `સ્ટ્રીટ ડાન્સર - થ્રીડી'માં  કલાકાર વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે પુનિત પાઠક, ધર્મેશ યેલાન્ડે, શક્તિ મોહન જેવાં કેટલાક લોકપ્રિય કોરિયોગ્રાફર્સ કલાકારો તરીકે જોવા મળશે. ઉપરાંત આ ફિલ્મથી રેમો 20 નવા નર્તકોને લોન્ચ કરશે. આ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર્સના જીવન પર આધારિત છે.  ફિલ્મ વિશે વરુણે કહ્યું હતું કે આ તમામ લોકો ખરેખર ડાન્સર છે. આ તમામ નર્તકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર જેવા દેશનાં અલગ- અલગ રાજ્યોમાંથી આવે છે. આ ડાન્સર્સને પોતાની પ્રતિભા દર્શાવવા માટે આટલું મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે તેનો મને આનંદ છે. રેમોએ પણ આ અંગે જણાવ્યું હતું કે હું આવા લોકોની ટેલેન્ટને ઉજાગર કરવા એક તક આપવામાં માનું છું. અગાઉ મારી ફિલ્મો એબીસીડી અને એબીસીડી-2 માં પણ આમ જ કર્યુ હતું.
રેમોએ વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ મેં આવા ઘણા ડાન્સર્સને તક આપી હતી જે આજે મોટા કલાકાર બની ગયા છે. આ ફિલ્મ માટે પણ મને એવા ઘણા કલાકાર મળ્યા છે જેઓ વાસ્તવમાં પ્રતિભાશાળી છે. મને આશા છે કે તેઓ ફિલ્મમાં સારું પ્રદર્શન કરશે. ડાન્સ રિયાલિટી શૉમાંથી પરફોર્મ કરનારા વ્યક્તિગત રીતે ઓળખતો હોઉ તેવા કલાકારોનો આમાં સમાવેશ કરાયો છે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer