આલિયા ભટ્ટ પોતાની યુ-ટયુબ ચેનલ શરૂ કરશે

આલિયા ભટ્ટ પોતાની યુ-ટયુબ ચેનલ શરૂ કરશે
ડિજિટલ પ્લૅટફોર્મની તાકાતને દરેક સ્ટાર જાણે છે. આ જ કારણથી બૉલીવૂડનાં અનેક મોટાં નામ આ ડિજિટલ મીડિયાનો મહત્તમ લાભ લેવા પ્રયત્નશીલ છે.  કોઈ વેબ સિરીઝમાં પોતાનું નસીબ અજમાવી રહ્યું છે તો કોઈકે વળી યુ-ટયુબ પર પોતાની ચેનલ શરૂ કરી છે. આ જ રીતે હવે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પોતાની યુ-ટયુબ ચેનલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ ચેનલ દ્વારા આલિયા પોતાના જીવન સાથે સંકળાયેલી દરેક નાની-મોટી વાતોને ચાહકો સાથે શૅર કરશે. આલિયા પોતાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કારકિર્દીથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. હકીકતમાં આલિયા પોતાના ચાહકો તેમજ દર્શકો માટે કંઈક અલગ કરવા માગે છે અને તેથી જ તેણે આ નિર્ણય લીધો છે.

Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer