સિદ્ધાંતવાદી અભિનેતા દિલજીત દોસાંજ

સિદ્ધાંતવાદી અભિનેતા દિલજીત દોસાંજ
મૂળ પંજાબી અભિનેતા પરંતુ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરી ચૂકેલો કલાકાર દિલજીત દોસાંજ સિદ્ધાંતવાદી છે. તે પોતાની પાઘડી છોડવાની જરૂર પડે તેવા કોઈ જ રોલ સ્વીકારતો નથી. આ ઉપરાંત દ્વિઅર્થી કોમેડી ફિલ્મોથી પણ તેને ખૂબ જ અસ્વસ્થતા લાગે છે.
દિલજીતે જણાવ્યું હતું `હું પાઘડી વિનાની કોઈપણ ભૂમિકા સ્વીકારી શકું નહીં અને આ બાબતમાં હું એકદમ સ્પષ્ટ છું.' આ પ્રકારે મેં ચારથી પાંચ ફિલ્મો કરવાની ના પાડી દીધી છે. મને એ વાતનો આનંદ છે કે બોલીવૂડે મને પાઘડી સાથે સ્વીકાર્યો છે. દિલજીતે `ઉડતા પંજાબ'માં ખૂબ જ સુંદર અભિનય આપ્યો હતો. હાલમાં તે કોમેડી ફિલ્મ `અર્જુન પનિયાલા'માં કામ કરી રહ્યો છે.

Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer